Psalms 26

1હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું;
મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
2હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો;
મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
3કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું
અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

4મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી

હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
5હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું
અને હું તેઓની સાથે બેસીશ નહિ.

6હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ

અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
7જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં
અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
8હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે
અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.

9પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ

ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10તેઓને હાથે ઉપદ્રવ થાય છે
અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

11પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ;

મારા પર દયા કરીને મને છોડાવો.
મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે;
જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
12

Copyright information for GujULB